એગ્રો પાર્ક |
|
એગ્રો પાર્ક એવી મૂલ્ય વર્ધિત જગ્યા છે, જ્યાં ઉત્પાદન, પ્રોસેસિંગ, સંગ્રહ, આરએન્ડડી, વેપાર અને સામાજિક કામગીરી એકસાથે થઇ શકે છે. કોઇ પણ ઋતુ અને કેવી પણ જમીન હોય તો પણ પ્રોડક્ટ મળી રહે છે, ભારતમાં લગભગ 70% લોકો કોઇ ને કોઇ રીતે કૃષિસંકલિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોવાને લીધે ભારતીય આર્થિકતાનો આધાર કૃષિ પર વિશેષ રહેલો છે. આધુનિક એગ્રો ફૂડ પાર્ક એવા મહત્વના મોડલ છે જે અનાજ સંબંધિત શૃંખલાને અનેક પ્રકારે નફો મેળવવામાં મદદરૂપ થાય છે, ખેડૂતોને તેમના ઉત્પાદનની યોગ્ય કિંમત મળે તો તેમને પણ પોતાના પાક પર વધારે નફો મળે છે અને ગ્રાહકને પણ તેણે ચૂકવેલી કિંમત પ્રમાણે ગુણવત્તાસભર વસ્તુ મળે છે.
અમને એ વાતનો ખ્યાલ છે કે કૃષિમાં મૂલ્યવર્ધન કરવાથી એગ્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઉલ્લેખનીય ફેરફાર જોવા મળશે અને ખાદ્યપદાર્થોની શૃંખલા અને ઉત્પાદનનું મૂલ્ય વધશે. એગ્રો પાર્કને હાઇટેક એગ્રીકલ્ચરના ખ્યાલ સાથે આધુનિક બનાવવામાં આવશે અને હાર્વેસ્ટ ટેક્નોલોજી થકી મોડલ સેટઅપ કરીને તેનું સંચાલન કરતાં દર્શાવવામાં આવશે જેનો લાભ ખેડૂતો અને કૃષિ સાથે સંબંધિત કોમને થશે. |







