ગ્રીનહાઉસમાં ઉત્પાદિત કરવામાં આવતા પાક
|
|
ગુલાબ
વિવિધ પ્રજાતિ અને વૈવિધ્યતાને કારણે ગુલાબનો ઉપયોગ અનેક રીતે થાય છે. તેનો ઉપયોગ કટ ફ્લાવર અને બગીચામાં ઉગાડવામાં આવતા છોડ તરીકે થાય છે. ગુલાબમાંથી ગુલાબનું તેલ, ગુલાબજળ અને ગુલકંદ પણ બનાવવામાં આવે છે. ગુલાબના ઉત્પાદનના અનેક મોડલ પ્રોજેક્ટમાં તેનો ઉપયોગ કટ ફ્લાવર તરીકે થાય છે, જેમાં બૂકે બનાવવામાં, ફૂલોથી સજાવટ, ઇશ્વર પ્રતિમાને ચડાવવામાં, વિશિષ્ટ પ્રસંગે ભેટ આપવા માટે પણ થાય છે.
|
 |
|
|
જરબેરા
જરબેરા એક એવું કટ ફ્લાવર છે, જે દુનિયાના કેટલાક વિસ્તારમાં જુદી જુદી રીતે ઉગાડવામાં આવે છે અને તે બજારમાં વિવિધ જરૂરિયાત માટે ઉપલબ્ધ છે. આ ફૂલની પ્રાથમિક સફળતા તેના રંગ અને આકારની વિવિધ શ્રેણીના કારણે છે.
|
 |
|
|
કાર્નેશન
કાર્નેશન તેના શ્રેષ્ઠ ગુણવત્તા, રંગરૂપની વિશાળ શ્રેણી અને સતત ટ્રાન્સપોર્ટેશન બાદ પણ માત્ર પાણી છાંટવાથી તાજા રહેતાં હોવાથી મૂલ્યવાન છે. તેનો ઉપયોગ ધ્યાનકેન્દ્રોમાં વધારે થાય છે. ગ્રીનહાઉસમાં તેનું ઉત્પાદન ઉચ્ચ કિંમતે થતું હોવાથી યુરોપ અને યુએસએમાં તેનું કલ્ટિવેશન કુદરતી રીતે વિકસિત વિસ્તારોમાં કરવામાં આવે છે જેથી આવી જગ્યાએ તેનું ઓછી કિંમતે વધારે ઉત્પાદન થઇ શકે. જોકે ભારતમાં કાર્નેશન પ્રારંભિક તબક્કામાં છે માટે બજારમાં તેની વિવિધતા ઓછી જોવા મળે છે. જો યોગ્ય નિયંત્રિત વાતાવરણ ઊભું કરવામાં આવે તો આ ફૂલ ઓછા ખર્ચે સારી ગુણવત્તામાં વર્ષભર આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્પાદિત કરી શકાય છે.
|
 |
|
|
એન્થુરિયમ
એન્થુરિયમ પ્રજાતિનું આ ફૂલ તેની સુંદરતાને કારણે ખાસ સ્થાન ધરાવે છે. તે આકર્ષક અને શોભામાં અભિવૃદ્ધિ કરનારું ફૂલ છે. તેનો સુંદર આકાર અને કટ કર્યા પછી પણ લાંબા સમય સુધી તાજું રહેતું હોવાથી ફૂલોની સજાવટમાં એન્થુરિયમ ખૂબ જ લોકપ્રિય છે. એન્થુરિયમની જે દેશોમાં નિકાસ કરવામાં આવે છે, તેમાં મુખ્યત્વે અમેરિકા, જાપાન અને જર્મનીનો સમાવેશ થાય છે. તદુપરાંત, તેનું ઉત્પાદન ઓછી મહેનતથી કરી શકાય છે. એક જ સ્થળે એન્થુરિયમ અને ઓર્કિડને એકસાથે, જુદા જુદા શેડ હેઠળ ઉછેરી શકાય છે.
|
 |
|
|
ગ્લેડિયસ
નાજુક, આકર્ષક અને સુંદર લાગતાં ગ્લેડિયસ પ્રજાતિના ફૂલ પણ અદભુત લાગે છે. આ ફૂલો સીકવન્સમાં લાંબા સમય સુધી ખીલેલા રહેતા હોવાથી કટ ફ્લાવરમાં તેની ગુણવત્તા સૌથી સારી છે. તેના સફેદથી લઇને ઘેરા ક્રિમસન રંગની વિશાળ શ્રેણીને લીધે ગ્લેડિયસ નયનરમ્ય લાગે છે. ગ્લેડિયસ ખાસ કરીને બગીચા તેમ જ ઘરમાં સજાવટ કરવા માટે અને બૂકેમાં ઉપયોગમાં લેવાય છે.
|
 |
|
|
બેલ પીપર્સ
ગ્રીનહાઉસ બેલ પીપર્સનો મુખ્યત્વે ત્રણ રંગ - લાલ, પીળા અને કેસરી રંગમાં ઉચ્ચતમ પ્રાથમિક ઉછેર થાય છે. વ્યવસાયિક ઉત્પાદન વિસ્તારના આધારે લાલ રંગ સૌથી વધુ (85%), તે પછી પીળા (10%) અને કેસરી (5%) બેલપીપર્સનો ઉછેર કરવામાં આવે છે. આ શરૂઆતમાં લીલા થાય છે જેનો રંગ ધીરે ધીરે પાકતા ફળની માફક બદલાય છે. જો આ ફૂલને યોગ્ય રીતે કલ્ટિવેટ કરવામાં આવે તો તેનો રંગ અત્યંત સુંદર દેખાય છે. ભલે પીપર્સ આખા ખીલી ગયા હોય તો પણ તેનો રંગ લીલો હોય તો તેની બજારમાં જોઇએ એવી કિંમત મળતી નથી આથી તેનો રંગ બરાબર ખીલી ઊઠે તે પછી જ બજારમાં વેચવા જોઇએ.
|
 |
|
|
ટામેટાં
ટામેટાં ગ્રીનહાઉસ તેમ જ ખેતરમાં વ્યવસાયિક ધોરણે ઉગાડવામાં આવે છે. બજારમાં મળતા તાજા ટામેટા સામાન્ય રીતે ફળ જેવા હોય છે. આ ટામેટા ચપટા (લાલ કે પીળા) હોય છે. લોકો તેના દેખાવ પરથી ટામેટા ખરીદે છે, પરંતુ વારંવાર ટામેટાંને તેની સુગંધ અને ગુણવત્તાનો સાથોસાથ ખ્યાલ રાખીને ખરીદવામાં આવે છે. ટામેટાને જો સારી રીતે અને યોગ્ય વાતાવરણમાં રાખવામાં ન આવે તો તે ખરાબ થઇ જાય છે. વળી, તેને વધારે પડતા ગરમ કે ઠંડા વાતાવરણમાં પણ રાખી શકાતા નથી. ટામેટાની ગુણવત્તા સારી રહે અને તે લાંબો સમય તાજા રહે એ માટે તેને સારી રીતે રાખવાની અને પકવવાની જરૂર પડે છે.
|
 |
|
|
કુકુર્બીટ્સ
કુકુર્બીટ્સ ગ્રીનહાઉસ તેમ જ ખેતરમાં ઉગાડી શકાય છે. શાકભાજી ઉગાડનારા સીઝન ન હોય ત્યારે તેની વધારે કિંમત મળી રહે એ માટે તેને ઝડપથી તોડીને વેચવા માટે મોકલે છે. સાથોસાથ સીઝન ન હોય ત્યારે પણ તેનું ઉત્પાદન થતું રહે એ માટે તેને અન્ય પાક સાથે પણ ઉગાડતાં હોય છે. જેમ કે, દૂધી, સાકરટેટી, કારેલાં વગેરે. આને જો વસંત ઋતુ કે ઉનાળાની શરૂઆત પહેલાં ઉગાડવામાં આવે તો બજારમાં તેનો સારો ભાવ મળે છે. વળી, જ્યારે વધારે પ્રમાણમાં કોઇ પાક ઉગાડવાનો ન હોય ત્યારે આનું ઉત્પાદન કરવાથી પણ તે સીઝન ન હોય ત્યારે મળી રહેવાને લીધે તેની કિંમત અને માંગમાં વધારો થઇ શકે છે. ગ્રીનહાઉસનો ઉપયોગ પાક ઉગાડવાના સમયને વધારવા માટે કરવામાં આવે છે. તે ઊગતા પાકને વાતાવરણની માઠી અસરથી બચાવે છે. જેમ કે, દુકાળ, વધારે પડતો વરસાદ, પવન અને વાવાઝોડા કે અતિશય ગરમી તેમ જ જીવજંતુ અને પાકમાં થતા રોગથી પણ તેનો બચાવ થાય છે. ગ્રીનહાઉસ એવા પાક માટે સારા છે જે નાજુક અને કિંમતી હોય, જેને ઉગાડવા માટે ખાસ પ્રકારના વાતાવરણની જરૂર પડે, જે ઓછી જગ્યામાં પણ વધારે પ્રમાણમાં પાક આપે.
|
 |
|