કૃષિવિષયક તાલીમ |
|
કંપની કે2સી એગ્નેટ અંતર્ગત "સોઇલ હેલ્થ મેનેજમેન્ટ" અને "હાઇ-ટેક ગ્રીનહાઉસીસ એન્ડ પ્રોટેક્ટેડ એગ્રીકલ્ચર" જેવા તાલીમ પ્રોગ્રામનું આયોજન આ ક્ષેત્રના નિષ્ણાતોની ટીમ દ્વારા ગુજરાત રાજ્યના ખાસ ખેડૂતોને સાયન્ટિફિક એગ્રીકલ્ચરની જાણકારી આપવા અને તેમનામાં જાગૃતિ લાવવા માટે કરે છે. આવા તાલીમ પ્રોગ્રામનો મુખ્ય હેતુ ખેડૂતોમાં જરૂરી તાલીમ મળી રહે, તેમની વચ્ચે જાણકારીનું આદાનપ્રદાન થાય અને ખેડૂતો તથા કૃષિ કોમ્યુનિટી વચ્ચે જોડાણ રહે એ માટેનો છે. લગભગ 18 જેટલા નિષ્ણાતોના મંતવ્ય અને તેમની મદદથી કંપની આવા પ્રોગ્રામનું આયોજન કરે છે. આ અંગે આયોજવામાં આવતા પ્રોગ્રામમાં નીચે જણાવ્યા મુજબના પ્રોગ્રામનો સમાવેશ થાય છે.
તાલીમમાં પ્રાયોગિક તેમ જ લેખિત એમ બંને પ્રકારે વિશિષ્ટ વિષયવસ્તુ સંબંધિત જાણકારી આપવામાં આવે છે. નિષ્ણાતો અને તાલીમાર્થીઓ સાથે મળીને જાણકારી પ્રાપ્ત કરે છે જેમાં એકબીજાને માહિતીની આપ-લે થવાની સાથે વિકાસની નવી જાણકારી પણ મેળવી શકાય છે. સ્ટડી ટૂર દ્વારા ખેડૂતોને અત્યાધુનિક પદ્ધતિથી વાકેફ કરી તેમની પ્રવૃત્તિનું મૂલ્યવર્ધન કરવામાં આવે છે. આ તાલીમ દ્વારા ખેડૂતોને વધારે નફો મળે એ રીતે તૈયાર કરવામાં આવે છે. |











