અરોમેટિક ઓઇલ |
|
લેમનગ્રાસ ઓઇલ લેમનગ્રાસ ઓઇલ પૂર્વ ભારતની એક લાક્ષણિકતા છે, જે કોચીન લેમનગ્રાસ ઓઇલ તરીકે લોકપ્રિય છે. લગભગ દોઢથી ત્રણ મીટર ઊંચા થતા સૂકા, દળદાર અને સુગંધીદાર લેમનગ્રાસનો કસ કાઢીને કંપની લેમનગ્રાસ ઓઇલ બનાવે છે. તેની વિશાળ શ્રેણીમાં લીંબુની મધુર સુગંધ આવે છે કેમ કે તેમાં સાઇટ્રલ તત્વ વધારે રહેલું છે, જે કંપનીના ઉત્પાદનોમાં મુખ્ય સામગ્રી છે. ટર્મરીક ઓઇલ ભારત અને બાકીનો દક્ષિણ પૂર્વ એશિયા વિસ્તાર તથા દૂર પૂર્વના દેશોમાં સદીઓથી હળદરનો ઉપયોગ સ્વાસ્થ્ય અને સુંદરતા વધારવા માટે થતો આવ્યો છે. હવે તો પશ્ચિમના દેશોમાં પણ તેની લોકપ્રિયતા વધી રહી છે અને હળદર એ માત્ર ગરીબોના કેસર તરીકે જ જાણીતી નથી રહી. જમીનમાં ઊગતા આ કંદને વરાળથી બાફી તેનો જે કસ અને પાઉડર નીકળે તેમાંથી તેલ બનાવવામાં આવે છે. હળદરમાં રહેલા તત્વો શરીરને સ્વાસ્થ્ય પ્રદાન કરે છે. આ તેલ સ્વાદમાં આદું જેવી સહેજ તીખાશવાળું અને તેનો રંગ લીલાશ પડતો પીળો હોય છે. જ્યારે હળદરનો પાઉડર ચમકદાર પીળો અથવા પીળાશ પડતો કેસરી હોય છે. પામરોઝા ઓઇલ પૂર્વ ભારતીય વિસ્તારમાં થતું પામરોઝા ઘાસ મૂળ તો ભારતીય જ છે અને તેને સ્થાનિક વિસ્તારમાં રોઝા અથવા રોઝા ઘાસ તરીકે ઓળખવામાં આવે છે. મોટિઆ અને સોફિઆ આ બે પ્રકારના ઘાસમાંથી તેલ કાઢવામાં આવે છે. સોફિઆ પ્રકારમાંથી બનાવવામાં આવતા તેલમાં મનને તરબતર કરી દે એવી સુગંધ અને તે વધારે ઉપયોગી હોવાને કારણે આ પ્રકારનું તેલ વધારે વેચાય છે. પામરોઝા તેલમાંથી ગુલાબ જેવી સુગંધ આવતી હોવાથી છૂટક તથા જથ્થાબંધ વેપારીઓ આનો ઉપયોગ ગુલાબનો અર્ક ધરાવતું તેલ બનાવવામાં કરે છે. જિંજર ઓઇલ આદુંનો અર્ક ધરાવતું આ તેલ મુખ્ચત્વે ઝિંગિબેરાસે જાતિના છોડમાંથી અર્ક કાઢીને બનાવવામાં આવે છે અને તે આદુંની એક પ્રજાતિ તરીકે જાણીતો છે. આ તેલનો ઉપયોગ પાચનક્રિયા સંબંધિત તકલીફો દૂર કરવા માટે તેમ જ સવારના સમયે અથવા પ્રવાસ કરતી વખતે જેને ઊબકાં-ઊલટીની તકલીફ રહેતી હોય તેમના માટે કરવામાં આવે છે. શરદી, ફ્લૂ, ફેફસાંમાં કફ થઇ જવો અને ખાસ કરીને જેમને સાંધાના દુખાવાની પરેશાની હોય તેમના માટે ખૂબ લાભકારક નીવડે છે. આ ઉપરાંત, ત્વચા પર થતા ચકામાં દૂર કરવામાં પણ આ તેલ ઉપયોગી છે. |







