ફ્રૂટ બાર્સ |
|
મેંગો ફ્રૂટ બાર અને ચંક્સ ફળોનો રાજા ગણાતી કેરી દુનિયાભરમાં દરેકને ભાવે છે. કેરીમાં અન્ય તમામ ફળોથી વધારે પ્રમાણમાં એન્ટિ ઓક્સિડન્ટ રહેલાં હોવાનું ગણાય છે. સોલાર ડીહાઇડ્રેશન પદ્ધતિનો ઉપયોગ કરીને તેમાંથી મેંગો બાર બનાવવામાં આવે છે, જેમાં કેરીનો પલ્પ, શેરડીમાંથી બનાવેલી ખાંડ, સાઇટ્રિક એસિડ અને ખાંડનો સમાવેશ થાય છે. મેંગો ચંક્સ એ મેંગો ફ્રૂટ બારની નાની આવૃત્તિ છે. આ બંને ખાદ્યપદાર્થો લાંબા સમય સુધી તાજાં રહેતાં હોવાથી તમે જ્યારે ખાવા ઇચ્છો ત્યારે ખાઇ શકો છો. વળી, તે સાથે રાખવાનું પણ સરળ છે. ખાસ કરીને બાળકોને આ બંને પ્રોડક્ટ વધારે પસંદ છે. બાર કે ચંક્સનો નાસ્તો કરવા સાથે તે આહારના વિકલ્પ તરીકે તેમ જ તેમાં રહેલી સામગ્રીને કારણે તેનો ઉપયોગ મિલ્કશેક, આઇસક્રીમ અને પુડિંગ બનાવવા માટે પણ થઇ શકે છે. આ પ્રોડક્ટ શુદ્ધ પ્રાકૃતિક છે અને તેની શુદ્ધતાને લીધે જ તે વિશ્વસ્તરીય લોકપ્રિયતા મેળવી શકી છે. જામફળના ફ્રૂટ બાર્સ અને ચંક્સ જામફળમાં ભરપૂર કેલ્શિયમ અને આયર્ન રહેલા છે. આ એક કેલ્શિયમ પૂરક ફળ છે. અત્યંત સ્વાદિષ્ટ અને મોંમાં પાણી લાવી દેતું આ ફળ હવે દુનિયાભરમાં સૌનું પ્રિય બની રહ્યું છે. ભારતમાં સ્ટેટ ઓફ ધ આર્ટ ડીહાઇડ્રેશન પદ્ધતિથી જામફળમાંથી ફ્રૂટ બાર્સ અને ચંક્સ બનાવવામાં આવે છે, તેમાં જામફળનો પલ્પ, શેરડીમાંથી બનાવેલી ખાંડ, સાઇટ્રિક એસિડ અને ખાંડનો ઉપયોગ કરવામાં આવે છે. આ ફ્રૂટ બાર્સ સહેલાઇથી પચી જાય છે અને હાડકાં, દાંત અને પેઢાંને મજબૂત અને સ્વસ્થ બનાવે છે. પાઇનેપલ ટિટબિટ્સ પાઇનેપલ તેમાં રહેલાં ભરપૂર વિટામિન અને પોષકતત્વોના કારણે જાણીતું છે. તેમાં કુદરતી રીતે જ સાઇટ્રસ રહેલું હોવાથી તે એક ટ્રોપિકલ ફળ છે. ડીહાઇડ્રેટેડ પાઇનેપલ ટિટબિટ્સ હાથવગો નાસ્તો છે. આ ટિટબિટ્સ ખાતી વખતે તમે જાણે પાઇનેપલ ખાતાં હો તેવો જ સ્વાદ આવે છે. તાજાં રસભર્યા પાઇનેપલ પલ્પ, શેરડીમાંથી બનાવેલી ખાંડ, સાઇટ્રિક એસિડ અને ખાંડમાંથી આ ટિટબિટ્સ બનાવવામાં આવતી આ ટિટબિટ્સ શરીરને પોષણ પૂરું પાડે છે અને નાસ્તા માટે સારો વિકલ્પ છે. આ નાસ્તો શરીરને શક્તિ, ઊર્જા અને તાજગી પ્રદાન કરે છે. ચીકુ સ્લાઇસ અને પાઉડર ચીકુમાં સાપોટીન નામનું તત્વ રહેલું હોવાના કારણે તે દુનિયાભરમાં સાપોટા તરીકે પણ ઓળખાય છે. પાકા ચીકુમાં ભરપૂર ઊર્જા પ્રદાન કરવાની ક્ષમતા રહેલી છે અને તેને ખાંડ સાથે ખાવામાં આવે તો દરેક સ્ત્રી-પુરુષને તે અકલ્પનીય ઊર્જા પૂરી પાડે છે. આવા ચીકુમાંથી સ્ટેટ ઓફ ધ આર્ટ ડીહાઇડ્રેટ પદ્ધતિનો ઉપયોગ કરીને તેની સ્લાઇસ બનાવવામાં આવે છે જેનો ઉપયોગ નાસ્તા તરીકે થાય છે. તમે ઇચ્છો તો તેને અન્ય ખાદ્યપદાર્થ સાથે ભેળવીને પણ લઇ શકો છો. ચીકુના પાઉડરનો ઉપયોગ મિલ્કશેક, હલવો, મીઠાઇ અને આઇસક્રીમ બનાવવામાં કરવામાં આવે છે. અમે પ્રથમ વાર એ રીતે ચીકુનો ઉપયોગ કર્યો છે કે તેમાંથી એક જ મિનિટમાં તમને ભાવતી વસ્તુ તૈયાર કરી શકાય છે અને તેનો સ્વાદ મોંમાં પાણી લાવી દે એવો છે. |







