પાકને જરૂરી અને ઉપયોગી વાતાવરણ મળી રહે એ માટે ગ્રીનહાઉસમાં વાતાવરણ નિયંત્રણ સુવિધા હોય છે. તેમાં ઉષ્ણતામાન, ભેજ, પ્રકાશવ્યવસ્થા, ફોટો એક્ટિવ રેડિઅન્સ (પીએઆર), કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય સિંચાઇ પરિમાણનો સમાવેશ થાય છે. આ જ વસ્તુ ફેન, પેડ સીસ્ટમ, ધુમ્મસ, શેડ નેટને સેન્સર દ્વારા નિયંત્રિત કરે છે.