કોન્ટ્રાક્ટ ફાર્મિંગ |
|
અમે જમીન લઇને અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા પોલીહાઉસ, ખુલ્લા ખેતર, ઓર્ગેનિક ઉત્પાદ, સર્ટિફિકેશન, ખેતીના સ્તરે મૂલ્યવર્ધન, પ્રાથમિક પ્રોસેસિંગ દ્વારા ઉછેર કરીને પાક ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવીએ છીએ. અમે આ સમગ્ર પ્રક્રિયા કરીએ છીએઃ ખેતીલાયક વાતાવરણની ઓળખ, ઉત્પાદકની પસંદગી - વિસ્તરણ અને મોનિટરિંગ, ઉછેરની તાલીમ - એગ્રોનોમી સેવાઓ, ઉત્પાદકન તાલીમ - પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ, સર્ટિફિકેશન, પેકિંગ અને શિપિંગ. કંપની કેટલાક ખાસ પાકો જેવા કે, સ્વીટ બેલ પીપર્સ, કાકડી, ટામેટા, તરબૂચ, કેળાં, પપૈયા, શક્કરિયાં, આદું-હળદર, મરચાં, અન્ય શાકભાજી, તેલીબિયાં, ઔષધિ, વિશિષ્ટ તેજાના, ઔષધિય છોડ અને તેની પ્રજાતિમાં સારું વળતર જોવા મળે છે. અમે ગ્રાહકને બે પ્રકારની સેવા ઓફર કરીએ છીએ. 1. ગ્રાહકને લાંબા ગાળે ફાયદો થાય એ દૃષ્ટિએ સંપૂર્ણ પ્રક્રિયાનું સંગઠન અને સંચાલન કરવા સાથે ખાસ ગુણવત્તા અને ચોકસાઇનો ખ્યાલ રાખવો અથવા 2. ગ્રાહકની જરૂરિયાત અથવા તેની સાથે કરેલા કરાર પ્રમાણે ઉત્પાદનની સંપૂર્ણ નિકાસ કરવી. આનો અંતિમ હેતુ તો કંપની તેના ગ્રાહકો જ્યારે, જ્યાં અને જે રીતે ઇચ્છે એવી કિંમતે તેમને તે વસ્તુ અથવા સેવા પૂરી પાડવાનો છે. |










