|
નીલ એગ્રોટેક પ્રા. લિ.
પ્રસ્તાવના
નીલ એગ્રોટેક પ્રા. લિ, એક એવી વ્યવસાયિક કંપની છે, જે કૃષિ ઉત્પાદનોના વિવિધ ક્ષેત્રની પ્રવૃત્તિ સાથે સંકળાયેલી છે. કંપનીની પ્રવૃત્તિમાં કૃષિ સંબંધિત વિવિધ ઉત્પાદનોના વેચાણથી લઇને ગ્રીનહાઉસ/પોલીહાઉસની સગવડ, કૃષિ કલ્ટિવેશનના પ્રોજેક્ટ અને તે અંગેના સલાહ-સૂચન, વિવિધ પાકના કલ્ટિવેશન અને ખાદ્યઉત્પાદનોની નિકાસ ઇત્યાદિનો સમાવેશ થાય છે.
કંપનીનો ધ્યેય
આજના સ્પર્ધાત્મક જમાનામાં કંપની તેના ગ્રાહકોને ગુણવત્તાસભર આહાર અને ખાદ્યપદાર્થો ઘરેબેઠાં પહોંચાડવામાં તેમ જ તેની નિકાસ કરવામાં અગ્રેસર છે. કંપનીના મુખ્ય કાર્યોમાં નીચે મુજબના કાર્યોનો સમાવેશ થાય છે.
-
કૃષિ સંબંધિત વિવિધ પદ્ધતિ, વિશ્વસ્તરીય સેવાઓ અને કામગીરી.
-
ઉત્પાદનના વિકાસ, પ્રક્રિયા અને વેચાણના વિકાસ અને સંશોધન સાથે પાકના ઉત્પાદન માટે આધુનિક તેમ જ પછાત લિન્કેજ પદ્ધતિ.
-
નફામાં ભાગીદારી, સહયોગીતા અને સંકલન માટે બિઝનેસ મોડલ ઊભા કરવા.
-
દેશના વિવિધ ભાગ અને વાતાવરણ સાથે જૈવિક સમાયોજન સાધીને ઉત્પાદન અને વિકાસ એકસાથે સાધવા.
લક્ષ્ય
-
કંપનીના ગ્રાહકોને સંતોષ થાય એ રીતે સેવા અને ઉત્પાદન પૂરાં પાડવા.
-
કંપનીના ટીમ, શેરહોલ્ડર્સ અને સહયોગીઓને વિકાસ, સમૃદ્ધિ, શાંતિ અને ગર્વ પ્રદાન કરવાની સાથે વિશાળ પાયે કૃષિ સંબંધિત બાબતોનો વિકાસ કરવો,
સંવર્ધિત મૂલ્યો
-
ટીમવર્ક, એકસૂત્રતા અને પ્રામાણિકતા સાથે દરેકનો વિશ્વાસ સંપાદન કરવો.
-
યોગ્ય અને સાચા નીતિનિયમો પ્રમાણે કાર્ય કરવું અને તેમાં સતત વિકાસ સાધવો.
-
વ્યવસ્થામાં પરિવર્તન સાથે નવી નવી શોધ અને અન્ય પ્રવૃત્તિને આવકારવી.
-
કંપનીની કંઇ ભૂલ થઇ હોવાનો જ્યારે પણ ખ્યાલ આવે કે તરત જ તેનો સ્વીકાર કરી લઇ એ ભૂલ સુધારી લેવી,
-
ઉત્કૃષ્ટ વ્યવસાયિકતા દ્વારા ભવિષ્ય માટે નવા અગ્રણી બનાવવા અને તેમના વિકાસ માટે પ્રયત્નશીલ રહેવું.
-
દરેક વ્યક્તિને માનસહિત પ્રામાણિકતા અને મુક્તરૂપે આવકારવા.
-
એકબીજાના જ્ઞાનની વહેંચણી સાથે ટીમઆધારિત સંગઠન બનાવી તેમને સશક્ત બનાવી આગળ વધારવા.
-
પ્રવૃત્તિ કરતાં ઇચ્છિત પરિણામ પર વધારે ધ્યાન આપવું.
-
પોતે જે ધ્યેય નક્કી કર્યા હોય તે પૂરા કરવા, સખત મહેનત કરવી, સલામતીનો વિચાર પ્રથમ કરવો અને દરેક પ્રવૃત્તિનો આનંદ મેળવવો.
દાર્શનિકતા
-
કંપની પોતાની કામગીરીમાં, પોતાની ટીમ, પોતાના ગ્રાહકો, ઉદ્યોગ સાહસિકો પર વિશ્વાસ રાખવા સાથે પોતાના સ્પર્ધકોને માન આપી ઇશ્વરમાં શ્રદ્ધા ધરાવે છે.
-
કંપની એવું પણ માને છે કે કોઇ બાબત ભલે કાયમી ન હોય, પરંતુ પોતાનું માન કાયમી રહી શકે છે. જે પરિણામ પ્રાપ્ત થયું હોય તે ગઇ કાલની કામગીરી, દ્રષ્ટિકોણ અને સપનાંને કારણે પ્રાપ્ત થયું છે. એ જ મોટી સિદ્ધિ છે. દરેક સફળ આવતી કાલ માટે વિચારો અને મંતવ્યોનું અમલીકરણ જરૂરી છે અને તે માટે આજે નક્કર પ્રયત્નો કરવા આવશ્યક છે. તમે આજે જેવું વાવશો, તેવું આવતી કાલે લણશો.
ટીમ
છેલ્લા ઘણા સમયથી નીલ કંપનીએ વ્યવસ્થાપનના દરેક પાસાં સંબંધિત તકનીકી નિષ્ણાતોની ટીમ બનાવી છે તેમ જ તેમાં તમામ પ્રકારના સાધનોથી સજ્જ સમજદાર લોકોનો સમાવેશ કર્યો છે. કંપનીનો પ્રયત્ન શરૂઆતથી જ કૃષિ અને ખાદ્ય ક્ષેત્રે હલ શોધવાનો રહ્યો છે અને તેને જરૂરી વ્યવસાયિક વલણ અપનાવી નફાકારક વ્યવસાય બનાવવાનો છે. આમ કરીને રાજ્યમાં આવા પ્રકારની સેવાઓ પૂરી પાડવાનો પાયો નાખનારી કંપની તરીકેની છબિ ઊભી કરી છે. શ્રી. દેવાંગ જી, શાહ (મેનેજિંગ ડિરેક્ટર) અને શ્રી. મિતુલ જી. શાહ (સંયુક્ત મેનેજિંગ ડિરેક્ટર)ના માર્ગદર્શન લગભગ બાર ટીમનો સ્ટાફ ભારતના કૃષિ અને ખાદ્ય ઉત્પાદન ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે સક્રિય છે. કંપની પાસે સંબંધિત ક્ષેત્ર સાથે સંકળાયેલા તકનીકી સલાહકારો અને કાઉન્સેલર્સ છે, જેઓ પોતાના વિસ્તૃત અનુભવથી વ્યવસ્થાપનના જે તે પાસાંની જરૂરિયાતને અનુરૂપ માર્ગદર્શન પૂરું પાડે છે.
|